સિધ્ધપુરના એક પરિવાર પર અવકાશી તારાનું નામ અપાયું!

અહો આશ્ચર્યમ્...! 
 
પોતાના પરિવારનું પણ નામ યુગો સુધી ચીર સ્મરણીય બનાવવાના ઉદેશ્યથી નોંધણી કરાવેલ છે.
_________________________________

સિધ્ધપુરના એક પરિવાર પર અવકાશી તારાનું નામ અપાયું! 

પાટણ જિલ્લાના સિધ્ધપુરની સનનગર સોસાયટીમાં રહેતા પરિવાર પર અમેરિકા સ્થિત સ્ટાર એજન્સી દ્વારા અવકાશી તારાનું નામાંધિકરણ કરાયું. આ તારાનું નામ "ચેતન દિપીકા કવિતા પૂજા રિધ્ધી વસંત" રાખવામાં આવ્યું છે. 

અત્રે વાત એવી હતી કે મલ્લિકાર્જુન ચેતનરાજ પાબુવંશી પોતે પણ એક વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર છે. તેમણે કોરાના કાળમાં અલગ-અલગ દેશના કુલ ૧૧ વલ્ડૅ રેકોર્ડ બનાવેલ છે. જેમને મુખ્યમંત્રીથી લઈને કલેકટર એ પણ પ્રશસ્તિપત્ર આપી સન્માન કરેલ છે. મલ્લિકાર્જુન ચેતનરાજ પાબુવંશી અત્યારે બી.એડ કોલેજના પ્રોફેસર તરીકે સેવા આપી રહ્યા છે. 


મલ્લિકાર્જુનને વિચાર એમ આવ્યો કે પોતે તો ભારતભરમાં નામના મેળવેલ છે પણ એક પુત્ર તરીકે તેમનું દાયિત્વ સમજીને પોતાના પરિવારનું પણ નામ યુગો સુધી ચીર સ્મરણીય બનાવવાના ઉદેશ્યથી નોંધણી કરાવવાની ઈચ્છા પ્રગટ કરેલ.


આ માટે તેમણે યુ.એસ.એ સ્થિત સ્ટાર એજન્સીની વેબસાઇટ પર જઈને સ્ટાર રજીસ્ટ્રેશન કરાવ્યું હતું જેમાં તેમની અને તેમના કુટુંબની વિગતો આપી હતી. ત્યારબાદ એજન્સી દ્વારા તેમણે સુચવેલ નામ પર અવકાશી તારાના નામ આપવાની ખરાઈ કરી નામ આપ્યું હતું. તેમજ તેમને સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યું છે. આ સિવાય પોતે પણ પોતાના તારાને ઘરે બેઠા રાત્રે નરી આંખે પણ કઈ દિશામાં જોઈ શકશે તે પણ એજન્સી દ્વારા વિગતો આપવામાં આવી છે. આ પ્રક્રિયા માટે તેઓ એજન્સી સાથે એક મહિનાથી સતત કોન્ટેક્ટમા રહ્યા હતા. સૌથી મહત્વની વાત તો એ છે કે પોતાના પરિવારથી આ માહિતી ગુપ્ત રાખીને સરપ્રાઈઝ આપી હતી.


અત્રે ઉલ્લેખનીય છેકે આ એક આંતરરાષ્ટ્રીય સંચાલક મંડળો દ્વારા દેખરેખ રાખેલી વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયન (IAU), અવકાશી પદાર્થોના નામકરણ માટે જવાબદાર સંસ્થા, કડક માર્ગદર્શિકા અને નામકરણ નિયમોનું પાલન કરે છે.

टिप्पणियाँ

लोकप्रिय पोस्ट