જાણવા જેવું
જાણવા જેવું: પ્રાણીઓ વિશે જાણવા જેવી અદભૂત વાતો
જાણવા જેવું : આપણે બધા આપની આજુ બાજુ અલગ અલગ પ્રકાર ના કેટલાય પ્રાણી સાથે જોડાયેલા હોઈએ છીએ. એમાથી કેટલાક પાલતુ પણ હોય છે. પરંતુ આજ ના આ લેખ માં અમે આપને એવાજ કેટલાક પ્રાણી વિશે થોડીક અદભૂત અને જાણવા જેવી વાતો જણાવા જઈએ છીએ જે કદાચ આપે ક્યાય નહીં સાંભળી કે વાંચી હોય.
પ્રાણીઓની અદભૂત વાતો – જાણવા જેવું
- એક મગર તેની જીભ ક્યારેય પણ બહાર નિકાલી શકતો નથી. સાથે તે ક્યારેય જીભ ને હલાવી ચાવી શકતો નથી. તેનો પાચક રસ ખુબજ ઉમદા પ્રકારનો હોય છે કે તે લોખંડ ની ખિલ્લી ને પણ પચાવી શકે છે.
- દરિયાઈ કરચલો એક એવું જીવ છે જે તેના માથામાં તેનું હૃદય ધરાવે છે.
- ઘોડો અન ઉંદર એ અન્ય જીવ ની જેમ ક્યારેય ઉલ્ટી કરતાં નથી.
- ડુક્કર ની શરીર ની રચના એવ પ્રકારે હોય છે કે એ ક્યારેય આકાશ માં જોઈ શકતા નથી.
- કુતરા ની આંખો મનુષ્ય કરતાં વધુ સારી હોય છે પરંતુ તે રંગીન દ્રશ્ય જોઈ શકતો નથી.
- ઉંદર ની જોડી ધારે તો થોડાક જ વર્ષો માં તે પોતાની સંખ્યા લાખો માં કરી શકે છે.
- ગોરીલા એક દિવસ માં એવરેજ 14 કલાક સુધી ઊંઘે છે.
- એક નવજાત કાંગારૂ માત્ર 1 ઇંચ લાંબુ હોય છે.
- ઘોડા ના દાંત ની ગણના કરી તે નર છે કે માદા તે કહી શકાય છે. ઘોડા ને 40 દાંત હોય છે. જ્યારે, ઘોડી ને 36 દાંત હોય છે.
- દર વર્ષે એક સાંપ દ્વારા જેટલા લોકો મૃત્યુ પામે છે તેના કરતાં મધમાંખી વડે વધુ લોકો મૃત્યુ પામે છે.
- દરિયાઈ ડોલ્ફિન માછલી સૂતી વખતે પણ પોતાની એક આંખ ખૂલી રાખે છે.
- કોઈક જીવ જંતુ એવ પણ હોય છે કે જે ખોરાક ના મળવા ના કારણે પોતાની ભૂખ સંતોષવા પોતાના શરીર ને જ ખાય છે.
- ચામાચીડિયા ચાલી શકતા નથી કેમ કે તેના પગ ના હાડકાં ખુબજ પાતળા હોય છે.
- દેડકો આંખો બંધ કર્યા વગર કઈ પણ ગળી શકતો નથી.
- ઉલ્લુ એકમાત્ર પક્ષી છે જે ફક્ત વાદળી રંગ જુએ છે.
- એક જીરાફની જીભ લગભગ 21 ઇંચ જેટલી લાંબી હોય છે કે જેનાથી તે તેના કાન પણ સાફ કરી શકે છે.
- એક વંદો તેનું માથું કપાયા પછી 9 દિવસ સુધી જીવતો રહે છે અને બાદમાં તે ભૂખ ના કારણે મૃત્યુ પામે છે.
- પતંગિયાની સ્વાદેન્દ્રિય તેના પગ હોય છે જે ત્યાથી કોઈ પણ વસ્તુ નો સ્વાદ ચાખે છે.
- બિલાડીનું પેશાબ રાત્રે પણ ચળકાટ મારે છે.
- ચાંચડ તેની લંબાઈથી 350 ગણા સુધી કૂદી શકે છે.
- ઊંટમાં આંખને ત્રણ પલક હોય છે જે તેને રણની ઉડતી રેતીથી સુરક્ષિત રાખે છે.
- ધ્રુવીય રીંછનો મુખ્ય હાથ ડાબો હોય છે. જે મોટાભાગે પોતાના અઘરા અને મુશ્કેલ કારી માટે તેનો ઉપયોગ કરે છે.
- ઈસવીસન 1386 માં, ફ્રાન્સમાં, એક બાળકની હત્યા ના ગુનામાં લોકોએ ડુક્કરને ફાંસી આપી હતી.
- માનવ જન્મ નિયંત્રણ ગોળીઓ ગોરિલા પર પણ કામ કરે છે.
- ખિસકોલીની ઉમર નવ વર્ષ સુધી ની હોય છે.
- ગરોળીનું હૃદય 1 મિનિટમાં 1000 વખત ધબકતું હોય છે.
- ફિલિપાઇન્સમાં, એક મરઘીની લડાઈ માટે નું એક મોટું બજાર છે જ્યાં એક સાથે 5,00,000 જેટલી મરઘી ને એક સાથે લડાવામાં આવે છે.
- વીંછી પર થોડી માત્રામાં શરાબ નાખવામાં આવે તો તે પાગલ થઈ જાય છે અને પોતાને જ ડંખ મારવા લાગે છે.
- કૂતરાં અને બિલાડીઓ પણ આપણી જેમ ડાબોડી (જેનો ડાબો હાથ મજબૂત હોય તે) કે જમોડી (જેનો જમણો હાથ મજબૂત હોય તે) હોય છે.
- બિલાડીઓ આશરે 1000 પ્રકારના અલગ અલગ અવાજો કરી શકે છે જ્યારે કૂતરા ફક્ત 10 પ્રકારના અલગ અલગ અવાજ કરી શકે છે.
- દર વર્ષે લોકો તેમના પાલતુ કૂતરાઓ અને બિલાડીઓ પર 3 લાખ 57 અબજ રૂપિયા ખર્ચ કરે છે.
- બિલાડી તેની પૂંછડી ની લંબાઈ કરતાં સાત ગણી ઊંચાઈ સુધી કૂદી શકે છે.
- ગાય સામન્ય રીતે ગીત સાંભળતી વખતે વધુ દૂધ આપે છે.
- જિરાફ એ દિવસ માં માત્ર 20 મિનિટ જ સુવે છે, ક્યારેક જ તે 2 કલાક સુધી સુવે છે.
- સિંહો 2 વર્ષના થાય ત્યાં સુધી ગર્જના કરી શકતા નથી.
- પેંગ્વિનના શરીરમાં ખારા પાણીને શુધ્ધ મીઠા પાણીમાં ફેરવવાની અદભૂત ક્ષમતા હોય છે.
- દરિયાઇ ઘોડા એક સમયે ત્રણ વર્ષથી વધુ સમય સુધી ઊંઘે છે.
- જિરાફ ઘોડાઓ કરતાં વધુ ઝડપથી દોડી શકે છે અને ઊંટ કરતા વધુ દિવસ પાણી વિના રહી શકે છે.
- ઊંટના દૂધમાંથી દહીં બનાવી શકાતી નથી.
- ઊંટ 3 મિનિટથી ઓછા સમયમાં 94 લિટર પાણી પીવે છે.
- શેવાળ વિશ્વના 50 ટકા ઓક્સિજન નું ઉત્પાદન સુમંદરમાં મળી આવતી શેવાળ કરે છે.
- સાપ 3 વર્ષ સુધી સતત સૂઈ શકે છે.
- કાચબા, દરિયાઈ સાપ, મગર અને ડોલ્ફિન જો તે સમુદ્રમાં ઊંડા જાય તો ડૂબી શકે છે.
- વિશ્વના કુલ ડુક્કરના ની અડધી સંખ્યા ના ડુક્કર ચીની ખેડૂતો દ્વારા ઉછેરવામાં આવે છે. અહીં ઉછેરવામાં આવતા કુલ ડુક્કરોની સંખ્યા લગભગ 47 કરોડ છે.
- કીડી ક્યારેય સૂતી નથી અને કીડીને ફેફસાં હોતા નથી.
અમને આશા છે કે તમને અમારો આ લેખ પસંદ આવ્યો અને તમને અવનવું જાણવા મળ્યું હશે. જો આપ અમારી આ માહિતી થી ખુશ હોવ તો અન્ય લોકો સાથે શેર કરો અને લોકો ને પણ આ રોચક માહિતી જાણકાર બનાવો.

टिप्पणियाँ
एक टिप्पणी भेजें